Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નખત્રાણાનો નામચીન વ્યાજખોર પોલીસના પાંજરે પુરાયો, સત્તર જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર

પશ્ચિમ કચ્છમાં વ્યાજખોરીમાં અનેક લોકોને માયાજાળમાં ફસાવનાર નખત્રાણાનો નામચીન વ્યાજખોર પોલીસના પાંજરે પુરાયો છે પોલીસની કડક કાર્યવાહીની સાથે ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છેજાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં નખત્રાણાના  લોક દરબારમાં એક પીડિતે મહેશ ગોર સામે ફરિયાદ નોંધાવ્યાંનાં ૨૪ કલાકની અંદર જ પોલીસે મહેશને પોલીસ લૉકઅપના સળિયા પાછળ ધકેલી દીધો છે.મહેશ ગોર ગરીબ શ્રમજીવીàª
નખત્રાણાનો નામચીન વ્યાજખોર પોલીસના પાંજરે પુરાયો  સત્તર જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર
પશ્ચિમ કચ્છમાં વ્યાજખોરીમાં અનેક લોકોને માયાજાળમાં ફસાવનાર નખત્રાણાનો નામચીન વ્યાજખોર પોલીસના પાંજરે પુરાયો છે પોલીસની કડક કાર્યવાહીની સાથે ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છેજાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં નખત્રાણાના  લોક દરબારમાં એક પીડિતે મહેશ ગોર સામે ફરિયાદ નોંધાવ્યાંનાં ૨૪ કલાકની અંદર જ પોલીસે મહેશને પોલીસ લૉકઅપના સળિયા પાછળ ધકેલી દીધો છે.મહેશ ગોર ગરીબ શ્રમજીવીઓ પાસેથી તેમના વાહનોની આરસી બૂક મેળવી રૂપિયા ધીરતો હતો. મહેશના ઘરની જડતી દરમિયાન પોલીસે ઘરમાંથી એક, બે, પાંચ, પચાસ, સો કે બસ્સો નહીં પૂરી ૩૨૩ આરસી બૂક જપ્ત કરી છે
નખત્રાણાનો નામચીન વ્યાજખોર પોલીસના પાંજરે પુરાયો
મહેશે જરૂરતમંદોને ઊંચા વ્યાજે નાણાં ધીરી બદલામાં મેળવેલાં 37  દ્વિચક્રી વાહનો, ૪ લાખની કિંમતના ચાર ફોર વ્હિલર, વ્યાજે નાણાં લેનારાં પાસેથી તેમની સહી કરેલાં મેળવેલાં 41  કોરાં ચેક, 50  મોબાઈલ ફોન, ૧૨.૨૬ લાખના સોના ચાંદીના ઘરેણાં, ૬૬ હજાર રોકડાં વગેરે મળી કુલ ૨૪ લાખ ૯૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છેનખત્રાણાના અક્ષય પાર્કમાં રહેતાં મહેશ મણિલાલ ગો૨ (ઉ.વ. ૪૭) વિરુધ્ધ શુક્રવાર સાંજે એક રેસ્ટોરેન્ટમાં કામ કરતાં રીક્ષાચાલકના પુત્રએ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. નવાનગરમાં રહેતાં જાવેદ હુસેન ગધરાએ પોલીસને જણાવેલું કે બહેનને પથરી હોઈ સારવાર માટે અને ત્યારબાદ અન્ય કારણોસ૨ આર્થિક તંગીના કારણે તેણે ટૂકડે ટૂકડે મહેશ પાસેથી 37  હજાર રૂપિયા વ્યાજે મેળવ્યાં હતા. મહેશે ડાયરી સિસ્ટમથી વ્યાજે નાણાં ધીરી સિક્યોરીટી પેટે જાવેદ પાસેથી બે ઑટો રીક્ષાની આરસી બૂક અને સોનાની વીંટી પડાવી લઈને ટૂકડે ટૂકડે 1.92  લાખ રૂપિયા મેળવ્યાં હતા. છતાં તેની મૂડી અને વ્યાજ ઊભાં ને ઊભાં રહ્યાં અને તે ત્રીજી રીક્ષાની આરસી બૂક પણ મેળવી લઈને તમામ રીક્ષા વેચી મારવાની ધમકીઓ આપી પઠાણી ઊઘરાણી કરતો હતો. મહેશે વ્યાજે નાણાં ધીરધાર માટે લાયસન્સ મેળવેલું છે પરંતુ સરકારી નિયમો કરતાં તે ગામને ઊંચા વ્યાજે નાણાં ધીરતો હતો.
પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ઠુમ્મરે જણાવ્યું કે મહેશને કોર્ટમાં રજૂ કરતા 17 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે
અત્યાર સુધી કેટલા લોકોને વ્યાજે રૂપિયા આપ્યા છે તેની હકીકતો તપાસવામાં આવી રહી છે વ્યાજખોરોથી પીડાતી જનતા પોલીસ પાસે મદદ માંગશે તો પોલીસ ચોક્કસ કાયદેસર કાર્યવાહી કરશે.તેમ ઉમેર્યું હતું
ઊંચા વ્યાજે રૂપિયા અપાતા હતા
પોલીસના કહેવા મુજબ છેલ્લા આઠ વર્ષથી મણિલાલ વ્યાજનો વ્યવસાય કરતો હતો,તેની પાસે નાણાં ધીરધારનું લાયસન્સ હતું તેમ છતાં નિયમોની વિરુદ્ધમાં જઈને લોકો પાસેથી અઢાર ટકાથી   એકવીસ ટકા વ્યાજ વસુલવામાં આવતું હતુંકોઈ વ્યક્તિને  એક વર્ષ માટે એકલાખની જરૂર હોય તો તેની પાસે અગાઉથી વ્યાજના એક વર્ષના લઈ બાકીની રકમ કાપીને રૂપિયા આપવામાં આવતી હતીત્યારબાદ જો એક વર્ષમાં વ્યક્તિ રૂપિયા ન આપી શકે તો તેણે ગીરવે મુકેલ વાહન,દાગીના,મોબાઈલ જપ્ત કરી લેવામાં આવતા હતા,તેમજ વ્યાજની રકમ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી,લોકોના કહેવા મુજબ ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો વિષચક્રમાં ફસાયા છે
મણિલાલ પાસે વસ્તુ જમા કરાવો પછી જ રૂપિયા આપતો
મણિલાલ પાસે જે વસ્તુઓ કબજે કરાઈ છે તેમ વાહનો,મોબાઈલ,ઘરેણાંનો સમાવેશ થાય છે જે કોઈ વ્યાજે રૂપિયા લેવા આવે તેંની પાસેથી વસ્તુ જમા કરાવવી પડે,ત્યારબાદ જ વ્યાજની રકમ કાપીને આપતો હતો.એટલું જ નહીં વાહનોની આર. સી.બુક.પણ સાથે લઈ લેતો,વ્યાજની રકમ ચુકવવામાં અસફળ થાવ તો વસ્તુઓ વહેચી મુકતા હોવાનું પણ ખુલ્યું છે,એટલું જ નહીં નોટરી પાસે લખાણ પણ કરાતું હતું,જેમાં ઉલ્લેખ થતો હતો જે પણ પોલીસે કબજે લેવાની તજવીજ કરી છે અત્યાર સુધી જે વાહનો,દાગીના,મોબાઈલ  જપ્ત કરાયા છે તે કોના છે તે અંગેની જાણકારી મેળવાઈ રહી છે.

વ્યકજખોરથી ત્રસ્ત થયેલ લોકો પોલીસ પાસે આવ્યા
પોલીસના કહેવા મુજબ મણિલાલ પાસેથી વસ્તુઓ જપ્ત કરાઈ છે ત્યારે હવે મણિલાલ પાસે જેણે જેણે રૂપિયા વ્યાજે લીધા છે તેઓ પણ પોલીસનો સંપર્ક કરી રહ્યા છે જે પણ ભોગ બનનાર લોકો છે તે ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે ત્યારે વ્યાજખોર વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધાય તેવી શકયતા છે આ કેસમાં તેની પાછળ કોણ સંડોવાયેલ છે તે અંગે પોલીસે હજુ એક જ વ્યક્તિ હોવાનું કહ્યું હતું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.